વિશ્ર્વ યોગ દિવસ…2011 થી ભારતમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે 2015 થી યોગ દિવસને વિશ્વસ્તરે માન્યતા મળી અને હાલમાં સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યું છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિતક અભ્યાસ છે. જેના થકી શરીર સ્વાસ્થ્ય અને મગજને નવી ઉર્જાનો સંચાર થાય છે. આપણી વર્ષોની ઋષિ સંસ્કૃતિથી ચાલી આવતા યોગ ને એક દશકાથી વિશ્વ સ્તરે વેગ મળેલો છે. યોગ એ માત્ર માનવીનો જ અધિકાર નથી. સમગ્ર જીવોને યોગની જરૂર પડે છે. ટ્રેસ કે ટેન્સન માત્ર માનવીઓને જ નથી હોતું પશુ-પક્ષીઓને પણ ખોરાક-પાણી-સલામતિ જેવા અનેક ટેન્સન રહેલા હોય છે પરંતુ તે માનવીની જેમ વર્ણવી નથી શકતા કારણ કે, તેમની પાસે વાચા નથી પરંતુ વાચા વગરના આ જીવો પણ પોતાના સ્વાસ્થ્ય અને મનની શાંતિ માટે યોગમુદ્રામાં આરામ કરતા જોવા મળે છે…. આ તસ્વીરમાં પીળી ચાંચ ઢોંકનો એક સમૂહ આવી જ એક યોગ મુદ્રામાં કેમેરામાં કેોદ થયો હતો.