યોગ સમિતિ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 કરોડ સુર્યનમસ્કાર ચેલેન્જ પુરી કરી ને ગીનીસબુકમાં વલ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વધુ માં વધુ યુવાનો ને જોડી ને ભારતદેશ ને સ્વસ્થ બનાવવાનું સ્વપન સાકાર કરવા પરમ પૂજ્ય સ્વામી રામદેવ અને વડાપ્રધાન મોદીના નેતૃત્વ માં થઈ રહ્યું છે અને ડો જયદીપ અને ચેરમેન શીશપાલના માર્ગદર્શન હેઠળ જામનગરમાં સિનિયર યોગ કોચ પ્રીતિબેન શુકલ દ્વારા આજરોજ વિધ્યોતેજક મંડળ સંચાલિત લો કોલેજ ના વિદ્યાર્થીઓ ને રજિસ્ટ્રેશન કરાવી ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા અને યોગ સંવાદ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં લો કોલેજ ના પ્રિન્સીપાલ વિપુલભાઈ પરમાર તથા સ્ટાફ નો સહકાર મળ્યો હતો તથા લો કોલેજ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.