Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયા નગરપાલિકા દ્વારા યોગ દિવસ ઉજવાયો

ખંભાળિયા નગરપાલિકા દ્વારા યોગ દિવસ ઉજવાયો

ખંભાળિયામાં તાજેતરમાં વિશ્ર્વ યોગ દિન નિમિત્તે નગરપાલિકાના ઉપક્રમે મ્યુનિસિપલ ગાર્ડન ખાતે સુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત બગીચામાં શેઠ દા.સુ. હાઈસ્કુલની છાત્રાઓ- શિક્ષકો તથા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, જિલ્લા મહિલા ભાજપના નિમિષાબેન નકુમ તેમજ શ્રી શ્રી રવિશંકરના અનુયાયી દિલીપભાઈ વિઠઠ્ઠલાણી સહિતના 500 જેટલા યોગ કર્મીઓ જોડાયા હતા.

- Advertisement -

આ કાર્યક્રમ અંતર્ગત યોગથી થતા લાભ, સામાન્ય જીવનમાં યોગનું મહત્વ તથા આ અંગેના પ્રાસંગિક પ્રવચનો પણ કરવામાં આવ્યા હતા. જેમાં યોગ અને આસન તથા પ્રાણાયામથી વર્તમાન, તણાવયુક્ત જીવનમાં થતા ફાયદાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular