જામનગરની શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલિત ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલ અને એન ડી શાહ હાયર સેક્ધડરી વિદ્યાલયમાં જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે તે માટે ગાયત્રી શકિતપીઠના સહયોગથી Holistic Life Approch With Yoga and Spirituality પર એક સુંદર માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં ગાયત્રી શકિતપીઠના સહયોગથી યજ્ઞ સમિતિના સંયોજક દિપાબેન મોડિયા, યોગ એકસપર્ટ નંદનીબેન ત્યાંગી તેમજ વિશાખાબેન સૌનીએ વિદ્યાલયના બાળકોને જીવનમાં યોગનું સદાચારના લક્ષણો પર વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડયું હતું.
જીવનમાં યજ્ઞનું મહત્વ સત્વિક ગુણોનું અવિષ્કાર તથા જીવન પ્રત્યેના ગુણોનું અવિષ્કાર તથા જીવન પ્રત્યેના માર્ગદર્શન અભિગમ અંગે બાળકોને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય ડો. સંજયભાઈ દત્તાણીના માર્ગદર્શન હેઠળ શાળાની ટીમ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થાના ટ્રસ્ટીગણનું માર્ગદર્શન અને શુભકામનાઓ મળી હતી.


