દિલ્હીમાં કુસ્તીબાજની હત્યાના મામલામાં સુશીલ કુમાર અને તેના સાથીની પોલીસે રવિવારે ધરપકડ કરી હતી અને ધરપકડ બાદ, 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. વિશ્વભરમાં પોતાના ટેલેન્ટથી પ્રતિષ્ઠા મેળવનાર આ ખેલાડીને હવે પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા તેમને તેમના પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુશીલ કુમાર ઉત્તર રેલ્વે વિભાગમાં સિનિયર કોમર્શિયલ મેનેજર છે, પરંતુ મર્ડર કેસમાં સંડોવણી સામે આવ્યાની વિગતો સામે આવવાના કારણે, બુધવારે આગળની સૂચના સુધી તેમના પદથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મર્ડર કેસમાં 2 ઓલમ્પિક મેડલ વિનર – પ્રતિષ્ઠિત એથ્લીટ ફસાતા લોકોએ અચરજ અનુભવ્યું હતું. સતત 18 દિવસ સુધી છુપાતા ફરતા સુશીલ કુમાર અને તેમના સાથીને પકડવામાં રવિવાર સવારે દિલ્હીની સ્પેશિયલ ટીમને સફળતા મળી હતી.


