Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : ધનતેરસ નિમિત્તે ભગવાન ધન્વન્તરિની પૂજા

Video : ધનતેરસ નિમિત્તે ભગવાન ધન્વન્તરિની પૂજા

- Advertisement -

પ્રકાશના પર્વ દિપાવલીના તહેવારોની શ્રૃંખલાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજરોજ ધન તેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર ખાતે આવેલ આયુર્વેદ યુનિવર્સિટીમાં ઇન્સ્ટીટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ઇટ્રા) દ્વારા સમુહ મંથનના ફળ સ્વરુપ ઔષધિના અમૃત કળશ હાથ ધરેલા ભગવાન ધનવંતરીના પ્રાક્ટય દિવસ એટલે કે, ધનવંતરી જયંતિ (ધનતેરસ) અને વિશ્ર્વ આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઇટીઆરએ કેમ્પસ ખાતે આવેલ ધનવંતરી મંદિરમાં ધનતેરસ નિમિત્તે ધનવંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં આઇટીઆરએના નિયામક પ્રો. અનુપ ઠાકર, વાઇસ ચાન્સલર ડો.મુકુલ પટેલ, ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. એ પી ચાવડા તેમજ આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ સહિતના અગ્રણીઓ દ્વારા ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આયુર્વેદ યુનિ.ના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular