ધન્વંતરી ત્રયોદશીના અવસર પર આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (આઈ.ટી.આર.એ.) આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયુર્વેદના આરાધ્ય દેવ ભગવાન ધનવંતરીજીના પ્રગટ્ય દિને તેમની પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
આ તકે સંસ્થાના નાયબ નિર્દેશક પ્રોફેસર વર્ષાબેન સોલંકી, ડિન વૈદ્ય હિતેશ વ્યાસ, તમામ વિભાગીય વડાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સૌએ સાથે મળીને ધન્વંતરી વંદના દ્વારા સમગ્ર વિશ્વના જીવોનું સ્વાસ્થ્ય કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
View this post on Instagram
જામનગરને જ્યારે આયુર્વેદની જનક અને તપોભૂમિનું બહુમાન હાંસલ થયું છે ત્યારે આજે ધન્વંતરી ત્રયોદશી (ધનતેરસ)ના પ્રસંગે ઇશ્વર ધનવંતરીજીની આરાધના એ ખરા અર્થમાં ‘આયુર્વેદ લોકો માટે પૃથ્વીના કલ્યાણ માટે’ વાસ્તવમાં ચરિતાર્થ ગણાય.


