જામનગર શહેરમાં ચૈત્ર માસમાં જૈનોની આયંબિલની ઓળી ચાલી રહી છે. સમસ્ત જૈન સમાજ માટે આયંબિલની ઓળીનો લાભ જયસુખલાલ મનસુખલાલ શાહ હ. સંઘમાતા હેમલતાબેન દ્વારા લીધેલ છે.
શહેરના લોકાગચ્છની વાડી, પેલેસ આયંબિલ ભવન, કામદાર કોલોની આયંબિલ ભવન, આરાધના ભવન-પટેલ કોલોની, બેંક કોલોની જૈન સંઘમાં આયંબિલની ઓળી કરાવવામાં આવી રહી છે. બેંક કોલોનીમાં દરરોજના આશરે 100 આયંબિલ થઇ રહ્યાં છે. તેમ ટ્રસ્ટી પ્રાણલાલભાઇ દોશીની યાદીમાં જણાવાયું છે.