જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર પાસેથી પોલીસે રેઈડ દરમિયાન એક વર્લીબાજને ઝડપી લઇ નાશી ગયેલા શખ્સની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી જ્યારે લાલપુરમાંથી ઘઉંના ગોડાઉન પાસેથી બે શખ્સોને તીનપતિ રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલ ખાટકીવાડ પાસે વર્લીમટકાના આંકડા પર પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન નદીમ સલીમ પંજા નામના શખ્સને રૂા.2560 ની રોકડ, રૂા.5000 ની કિંમતનો મોબાઇલ તથા વર્લીના સાહિત્ય મળી કુલ રૂા.7560 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલ યાકીબ શબીર કુરેશી નામના શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરના લાલપુરમાં ઘઉંના ગોડાઉન પાસે બાવળની ઝાળીઓમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન અકબર જુમા ખફી અને તાલબ સુભણિયા નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા.1100 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.