જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા શખસને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.10560ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં રસના ચીચોડા પાસે જાહેરમાં વર્લીના આંકડા લખતા રોહિત વિઠલ બોરસરા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન દબોચી લઇ વર્લીનું સાહિત્ય અને રૂા.10,560 ની રોકડ રકમ તથા એક બોલપેન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.