જામનગર શહેરના ખોજા નાકા વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા શખ્સને પોલીસે રેઇડ દરમિયાન રૂા.1890 ની રોકડ સાથે ઝડપી લીધો હતો.
જૂગારદરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ખોજાનાકામાં મકરાણી જમાત ખાના સામે જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હુશેન ઉર્ફે હુશી જમાલભાઈ ઈશાકભાઈ શેખ નામના શખ્સને રૂા.1890 ની રોકડ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.