Friday, December 5, 2025
HomeKHABAR EXCLUSIVEપોરબંદરના નિલેશ પરમારની વિશ્વ શાંતિ તિરંગા યાત્રા - VIDEO

પોરબંદરના નિલેશ પરમારની વિશ્વ શાંતિ તિરંગા યાત્રા – VIDEO

1 વર્ષ 2 મહિનામાં 50 દેશોની સફર ‘ખબર ગુજરાત’ સાથે કરી ખાસ વાતચીત

- Advertisement -

પોરબંદરના 33 વર્ષીય નિલેશ પરમારે વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવવાનો અનોખો સંકલ્પ લઈને પોતાની કારમાં વિશ્વ શાંતિ તિરંગા યાત્રા શરૂ કરી છે. છેલ્લા 1 વર્ષ અને 2 મહિનામાં તેઓ લગભગ 50 જેટલા દેશોની મુલાકાત લઈ ચારે તરફ ભારતનો તિરંગો લહેરાવી રહ્યા છે.

- Advertisement -

નિલેશ પરમારનું કહેવુ છે કે દુનિયામાં વધતી ઘર્ષણ, યુદ્ધ અને માનવતાના પ્રશ્નો વચ્ચે શાંતિનો સંદેશ ફેલાવવો અતિ જરૂરી છે. ભારતના સંસ્કાર અને સદભાવના સાથે તેઓ દરેક દેશમાં તિરંગાનું માન વધારી રહ્યા છે. સફર દરમ્યાન અનેક પડકારો છતાં તેમની હિંમત અને ઉત્સાહ પ્રશંસનીય છે.

- Advertisement -

સફર દરમિયાન તેઓએ વિવિધ દેશોના લોકો સાથે સંવાદ કર્યો, ભારતીય સંસ્કૃતિથી તેમને પરિચિત કર્યા અને સાથે–સાથે શાંતિ, સૌહાર્દ અને એકતા વિશે જગૃતિ ફેલાવી.

‘ખબર ગુજરાત’ સાથેની ખાસ વાતચીત
નિલેશ પરમારે ખબર ગુજરાત સાથે વાત કરતાં જણાવ્યું કે આ યાત્રા માત્ર પ્રવાસ નહી પરંતુ વિશ્વ શાંતિયાત્રા છે. દરેક દેશે તેમને પ્રેમથી આવકાર્યો અને તેમના મિશનને સમર્થન આપ્યું. આગળ પણ 100થી વધુ દેશોમાં તિરંગો ફરકાવવાનો તેમનો સંકલ્પ છે.

નિલેશ પરમારની આ યાત્રા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે. ભારતના યુવાન વિશ્વ સ્તરે શાંતિનો સંદેશ પહોંચાડે તે એક ગૌરવની બાબત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular