Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરવિશ્વ પર્યાવરણ દિવસ 2025 : ચાલો કરીએ પ્લાસ્ટિક પ્રદુષણનો અંત

વિશ્વ પર્યાવરણ દિવસ 2025 : ચાલો કરીએ પ્લાસ્ટિક પ્રદુષણનો અંત

દર વર્ષે 5 જૂનના રોજ પર્યાવરણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ એક ફકત તારીખ જ નથી પરંતુ, એક ચેતવણી છે. જે આપણને પર્યાવરણ પ્રત્યે જાગૃત્ત થવાનું કહી રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસ પર વિશ્વ ભરના લોકોને પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે એક કરે છે. જાગૃત્તિ માટે આને એક આહવાન સમજવું જ્યારે આ વખતે પ્લાસ્ટિકના પ્રદૂષણ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પ્લાસ્ટિક મુકત વાતાવરણની થીમ છે ત્યારે આપણે સામૂહિક રીતે પણ આ પ્રયાસ કરવાનો છે.

- Advertisement -

આ વર્ષે દક્ષિણ કોરિયા વિશ્વ પર્યાવરણ માટે યજમાન દેશ તરીકે સેવા આપશે. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને વૈશ્વિક જાગૃત્તિ લાવવા માટે અને આપણા પર્યાવરણના રક્ષણ માટે આપણી જવાબદારી યાદ અપાવવા મનાવવામાં આવે છે. જ્યારે આ વર્ષે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ છે. આજના સમય માટે ખૂબ પડકારજનક સ્થિતિ છે.
પ્લાસ્ટિકના જોખમને કાબુમાં લેવા સંયુકત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત ટકાઉ વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે

આ વર્ષની પ્લાસ્ટિક મુકત પર્યાવરણની થીમ ખૂબ મહત્વ ધરાવે છે. કારણ કે, પ્લાસ્ટિક પ્રદૂષણ ગૃહના દરેક ખૂણામાં દૂરના ઈકોસિસ્ટમને લઇને આપણા પોતાના શરીરમાં માઈક્રોપ્લાસ્ટિકના રૂપમાં ઘુસી ગયું છે. આ વર્ષની થીમ પ્લાસ્ટિક કચરાના વ્યાપક સ્વરૂપ અને વૈશ્વિક પગલાંની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડે છે તેનો ઉદેશ્ય સમાજ, વ્યક્તિ, સરકાર, સંગઠનો અને ઉદ્યોગોને તમામ સ્તરે ટકાઉ પ્રયાસોને પ્રેરણા આપવાનો છે. જેમાં દરિયાઈ જીવોનું રક્ષણ, જૈવ વિવિધતાનું સંરક્ષણ અને ટકાઉ ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. ત્યારે ચાલો આપણી કેટલીક ફરજો પર નજર કરીએ.

- Advertisement -
  • સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહો.
  • ફરીથી વાપરી શકાય તેવી બેગ વાપરો.
  • પ્લાસ્ટિકના બદલે કાપડ અથવા શણની બેગ સાથે રાખો.
  • સમજદારીપૂર્વક ખરીદી કરો ઓછામાં ઓછા પ્લાસ્ટિક પેકેજીંગવાળા ઉત્પાદનો પસંદ કરો.
  • મિત્રો, પરિવાર અને તમારા સમુદાય સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના કાયમી નિકાસ અને ટકાઉ વિકલ્પ વિશે ચર્ચા કરો.

આમ, પર્યાવરણ પ્રત્યે આપણે પણ આપણી ફરજ નિભાવીએ અને આ વખતે એટલે કે, 5 જૂન 2025 ના જ્યારે પ્લાસ્ટિક મુકત પર્યાવરણની થીમ હોય આપણે પણ આપણી સમજદારી વાપરીને આ ઝુંબેશમાં સહયોગ આપીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular