Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયવર્લ્ડ બેન્કે ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડયું

વર્લ્ડ બેન્કે ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડયું

- Advertisement -

વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડીને 6.3 ટકા કર્યું છે. આ વર્લ્ડ બેંક દ્વારા જાન્યુઆરીમાં લગાવયેલા અંદાજ કરતાં આ 0.3 ટકા પોઈન્ટ ઓછું છે. વર્લ્ડ બેંકે કહ્યું કે ભારતમાં ખાનગી વપરાશ અને રોકાણમાં અનપેક્ષિત હિલચાલ જોવા મળી રહ્યો છે. સેવાઓની વૃદ્ધિ પણ મજબૂત છે. વર્લ્ડ બેંકે વૈશ્ર્વિક આર્થિક સંભાવનાઓ પરના તેના નવા અહેવાલમાં આ અનુમાન વ્યક્ત કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે વૈશ્ર્વિક વિકાસ દર 2023માં ઘટીને 2.1 ટકા થઈ જશે, જે 2022માં 3.1 ટકા હતો. ચીન સિવાયના ઉભરતા બજારો અને વિકાસશીલ અર્થતંત્રોમાં વૃદ્ધિ દર ગયા વર્ષના 4.1 ટકાથી આ વર્ષે ધીમો પડીને 2.9 ટકા રહેવાનો અંદાજ છે. તે વિકાસ દરમાં જંગી ઘટાડો દર્શાવે છે. વર્લ્ડ બેંકે કહ્યું, ભારતનો વિકાસ દર નાણાકીય વર્ષ 2023-24માં વધુ ધીમો પડીને 6.3 ટકા રહેવાની ધારણા છે. તે જાન્યુઆરીના અંદાજ કરતાં 0.3 ટકા પોઈન્ટ ઓછું છે.

- Advertisement -

વર્લ્ડ બેન્ક ગ્રૂપના નવનિયુક્ત પ્રમુખ અજય બંગાએ જણાવ્યું હતું કે, રોજગાર એ ગરીબી ઘટાડવા અને સમૃદ્ધિ ફેલાવવાનો સૌથી અસરદાર માર્ગ છે. ધીમો વિકાસ દર એટલે કે નોકરીઓનું સર્જન કરવું પણ મુશ્કેલ બનશે. આ સાથે તેમણે કહ્યું કે નોંધનીય છે કે વૃદ્ધિ દરના અંદાજો ’નિયતિ’ નથી. અમારી પાસે આને બદલવાની તક છે, પરંતુ તેના માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. ભારતીય મૂળના અજય બંગાએ શુક્રવારે જ વિશ્ર્વ બેંકના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. વિશ્ર્વ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ધીમા વૃદ્ધિ દરનું કારણ ઉચ્ચ ફુગાવો અને વધતા જતા દેવાને લીધે અંગત વપરાશ પર અસર થવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular