શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત અસંગઠિત શ્રમિક સંમેલન તા.16ના રોજ ટાઉનહોલ જામનગર ખાતે યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અધ્યક્ષપદે મેયર બીનાબેન કોઠારી, અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના માલિકો, ઉદ્યોગ ક્ષેત્રના માલિકોના પ્રતિનિધિઓ, વિવિધ શ્રમયોગી મંડળના હોદ્દેદારો તથા ખૂબ જ બહોળી સંખ્યામાં શ્રમયોગીઓ, પ્રજાજનો તેમજ લાભાર્થી શ્રમયોગીઓ સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા.
મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચન બાદ શ્રમિકો માટેની વિવિધ યોજનાઓ અન્વયેની ઓડિયો-વીડિયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા ત્યારબાદ લાભાર્થી અસંગઠીત શ્રમયોગીઓને ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ, મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય, પ્રસુતિ સહાય યોજના, પી.એમ. સ્વનિધિ યોજના અન્વયેની રેપ્લીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમના સ્થળે ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ વગેરેની નોંધણી કરવા અંગેનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમ મદદનીશ શ્રમ આયુક્ત જામનગરની યાદીમાં જણાવાયું છે.