ધ્રોલ તાલુકાના છલ્લા ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાન ઉપર ખેતરમાં પાણી વારતા સમયે 11 કે.વી. ઈલેકટ્રીકનો તાર માથે પડતા વીજશોક લાગતા દાઝી જવાથી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપૂર જિલ્લાનો વતની અને હાલ ધ્રોલ તાલુકાના છલ્લા ગામની સીમમાં આવેલા ભીખુભા જાડેજાના ખેતરમાં મજૂરીકામ કરતા રેમાભાઈ કનિયાભાઇ મેહડા (ઉ.વ.36) નામનો આદિવાસી યુવાન શુક્રવારે સવારના સમયે ખેતરમાં પાણી વારતો હતો તે દરમિયાન એકાએક 11 કે.વી. ઇલેકટ્રીક લાઈનનો તાર યુવાન ઉપર પડતા વીજશોકથી દાઝી ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જેતરાજભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.