Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ ડેપોની કામગીરીનો પ્રારંભ

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ ડેપોની કામગીરીનો પ્રારંભ

વર્તમાન બસ ડેપોને તોડી નવું બસ સ્ટેશન બનાવાશે

- Advertisement -

જામનગર એસ ટી બસ ડેપોના નવીનિકરણની કામગીરીને લઇ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ ડેપોનું સંચાલન કરવામાં આવનાર હોય. તે માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેરમાં સાત રસ્તા પાસે આવેલ હૈયાત બસ ડેપો વર્ષો જૂનુ હોવાથી હાલમાં જર્જરિત હાલતમાં છે. આથી ત્યાં અદ્યતન બસ ડેપોનું નિર્માણ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું ખાતમુહૂર્ત થઈ ચૂકયુ હતું. થોડા સમય પૂર્વે જીલ્લા કલેકટર દ્વારા હંગામી એસટી ડેપો માટે પ્રદર્શન ગ્રાઉન્ડની જગ્યા પણ ફાળવી દેવામાં આવી હતી. ત્યારે હવે પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપોના નિર્માણ માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અંદાજિત બે વર્ષ માટે એસ ટી બસોનું સંચાલન પ્રદર્શન મેદાનથી કરવામાં આવશે.

હંગામી સ્ટ્રકચર ઉભુ થઈ ગયા બાદ બસ ડેપોને અહીં ખસેડવામાં આવશે. ત્યારબાદ હૈયાત બસ ડેપોના બાંધકામને તોડી પાડી ત્યાં નવા બાંધકામનો પ્રારંભ થશે. ઉલ્લેખીય છે કે, પ્રદર્શન મેદાનમાં દર વર્ષે જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળો થાય છે આ ઉપરાંત ખાનગી નવરાત્રિ મહોત્સવ ઉપરાંત ફટાકડા બજાર સહિતના અનેકવિધ કાર્યક્રમો પણ યોજાતા હોય છે. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ અનેકવિધ કાર્યક્રમો યોજાતા હોય છે તે પણ બસ વર્ષ સુધી યોજાશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular