આ છે વર્ષ 2021 એટલે કે કોરોના કાળ પછીના પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલી આ થીમ દ્વારા કોરોના વાયરસની મહામારી દરમિયાન વિશ્ર્વભરની મહિલાઓના સ્વાસ્થ્ય અને બીજી અનેક બાબતોમાં રહેલા યોગદાન બદલ આ થીમથકી મહિલાઓને બિરદાવવાનો એક નમ્ર પ્રયત્ન.
આજ સુધી મહિલા સમાનતા, નારી ઉધારની ઘણી વાતો થતી આવી છે પરંતુ કોરોના કાળમાં મહિલાઓ એ પોતાની શક્તિનો પરચો જગતને બતાવી દીધો છે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીના લીધે થંભી ગયું હતું, ઘરની ચાર દિવાલોમાં કેદ હતું, સમગ્ર દુનિયામાં વેપાર વાણિજ્ય તદ્દન બંધ હતું ત્યારે જો કોઈ વણથંભ્યું, સતત કાર્યરત રહેલું હોય તો તે હતી વિશ્ર્વની તમામ મહિલાઓ આર્થિક, માનસિક શારીરિક તમામ પાસાઓને બેલેન્સ કરીને પોતાના પરિવારને તેમજ સમાજને હેમખેમ ઉગારવામાં મહિલાઓનો સિંહફાળો રહેલો છે.
આજના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી દ્વારા ફરી એકવાર આ વિજયનો આનંદ મનાવીએ અને હજી પણ સમાજમાં રહેલી એવી અનેક મહિલાઓ કેજે ઘણી બધી તકો થી વંચિત છે ,પોતાના અધિકારોથી અજાણ છે, સામાજિક રીતે પછડાટ ખાધેલ છે તેવી મહિલાઓને મદદનો હાથ આપી એક નવા ભવિષ્ય તરફ દોરી જઈએ.
કોરોનાની મહામારી એ સમગ્ર વિશ્ર્વને સમજાવી દીધું છે કે સ્વાસ્થ્યથી સર્વોપરી કશું જ નથી. ત્યારે દરેક મહિલાએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. મલ્ટી ટાસ્કીંગના ચક્કરમાં ઘર, સોશિયલ લાઈફ, ઓફિસ હસતાં હસતાં સંભાળતી મહિલા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા અવગણના કરતી હોય છે. જેથી ઉમરના ચડાવ સાથે થતાં સારી ફેરફારના લીધે પાછળથી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો આવો આ દિવસ નિમિત્તે આપણે કેટલીક હેલ્ધી આદતો અપનાવી પોતાની જાતને પ્રોમિસ આપીએ. દિવસની શરૂઆત એક ગ્લાસ હૂંફાળા પાણીથી કરો, સવારનો નાસ્તો અચૂક લેવો, રેગ્યુલર યોગા -મેડીટેશન અથવા કસરત કરવી, નિયમિત અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક ને પ્રાધાન્ય આપવું, પોતાની જાત ને સમય આપો, રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવું. વિશ્ર્વ મહીલા દિવસે આપ સૌને આવનારા દિવસો ખૂબ સ્વાસ્થ્ય પૂર્ણ રહે એવી શુભેચ્છાઓ.