Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મહિલાનો પ્રવાહી પી આપઘાત

જામનગરમાં મહિલાનો પ્રવાહી પી આપઘાત

ગીરવે મૂકેલુ મંગલસુત્ર ઉછીના પૈસાથી છોડાવ્યાનું લાગી આવ્યું : ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતાં પ્રોઢાએ દવા ગટગટાવી: જામનગરમાં હૃદયરોગના હુમલાથી યુવાનનું મોત

- Advertisement -

જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતા મહિલાએ તેણીના ઘરે પ્રવાહી પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતા પ્રોઢાએ બિમારીથી કંટાળીને ખાનગી દવાખાનામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતા યુવાનને છાતીમાં દુ:ખાવો થતા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં મોરપીરડાડા પાસે રહેતા કીર્તિબેન મંગે (ઉ.વ.44) નામના મહિલાના પતિએ ગીરવે મુકેલુ મંગલસુત્ર ઉછીના પૈસા લઇને મંગલસુત્ર છોડાવ્યાની જાણ થતા લાગી આવતા કીર્તિબેને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે કોઇ પ્રવાહી પી જતા સારવાર માટે ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું રવિવારે રાત્રિના સમયે મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતકના પતિના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ગુલાબનગર આવાસ કોલોનીમાં રહેતા પ્રફુલ્લાબેન નટવરલાલ ખેતિયા નામના પ્રોઢા શનિવારે બપોરના સમયે ડો.ઉજ્જવલ સાંઠેના દવાખાને ફરજ પર હતા ત્યારે થાઇરોઇડ બ્લડપ્રેશર અને હ્યદયરોગની બિમારીથી કંટાળીને ઝેરી દવા ગટગાટવતા ઢળી પડતા પ્રોઢાને સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની હાર્દિક ખેતિયા દ્વારા જાણ કરાતા એએસઆઇ એ.સી.નંદા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરના રાંદલનગરમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા હરદેવસિંહ ભરતસિંહ ઝાલા નામના યુવાનને રવિવારે સવારના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે ધર્મરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular