Thursday, February 26, 2026
Homeરાજ્યહાલારમાનસિક બિમારીથી ત્રસ્ત મહિલાએ ગળાફાંસો ખાધો

માનસિક બિમારીથી ત્રસ્ત મહિલાએ ગળાફાંસો ખાધો

ખંભાળિયામાં રહેતાં મહિલાની માનસિક બિમારીની સારવાર ચાલુ હોય તેણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલી ગુલાબ નગર ટેકરી વિસ્તારમાં રહેતા જેતૂનબેન ગફારભાઈ વડગામા નામના વૃદ્ધ મહિલા છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય અને તેમની જામનગર તથા રાજકોટની હોસ્પિટલની ચાલી રહેલી સારવાર વચ્ચે આ બીમારીથી કંટાળીને તેમણે મંગળવાર તા. 24 મી ના રોજ પોતાના ઘરે પોતાના હાથે લાકડામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ગુલામ મુસ્તફા ગફારભાઈ વડગામાએ પોલીસને કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી થઇ મહિલાનો મૃતદેહ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular