આ કેસ ની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી લગધીરસિંહ ભુરૂભા જાડેજા ફાઈનાન્સ પેઢીના પ્રોપરાઈટરે વર્ષાબેન જશુભાઈ ક્રીસ્યનને જામનગરવાળાને નાણાંની હોવાથી રૂ।.૩,00,000 આપ્યા હતા. આ રકમની પરત ચુકવણી કરવા માટે બેંક ઓફ બરોડા, જામખંભાળિયા, જામનગર શાખાનો રૂ।.૩,00,000 નો ચેક આપેલ હોય અને ચેક લગધીરસિંહ ભુરૂભા જાડેજા દ્વારા તેમની બેંકમાં રજુ કરતા “ફંડસ ઇનસફીસીયન્ટ” ના શેરા પરત ફરેલ હોય અને આ કામના ફરીયાદી લગધીરસિંહને તેમની કાયદેસરની રકમ મળેલ ન હોય, અને પોતાના નાણા પરત મેળવવા માટે આ કામના ફરીયાદી દ્વારા આરોપીને લીગલ નોટીસ મોકલાવેલ જેની પણ દરકાર લીધેલ નહીં.
જેથી નાછુટકે આ કામના ફરીયાદી દ્વારા પોતાની લેણી રકમ પરત મેળવવા જામનગર ની કોર્ટ માં ફરિયાદી દ્વારા આરોપી વિરુદ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફોજદારી ફરિયાદ કોર્ટમાં ચાલી જતા આ ચેક રીર્ટનની ફરિયાદ સમય મર્યાદામાં કાયદેસરની અને સાચી હોય અને ફરિયાદપક્ષ દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ તથા સમગ્ર ટ્રાયલ ધ્યાને લઇ જામનગરની નામદાર કોર્ટે આ કામના આરોપીને વર્ષાબેન જશુભાઈ ક્રીસ્ચનને તકીરવાર ઠરાવીને છ માસની સજા તથા રૂા.૩,૦૦,૦૦૦નો દંડ ચૂકવી આપવાનો અને જો દંડની રકમ ન ભરે તો વધુ પંદર દિવસની કેદની સજાનો હુકમ ફરમાવેલ હોય અને ફરીયાદીને ન્યાય આપેલ છે.
આ કામે ફરીયાદી લગધીરસિંહ ભુરૂભા જાડેજા તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા નિરલ વી. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા છે,