Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરલાંચ પ્રકરણમાં મહિલા પીએસઆઇ રિમાન્ડ પર

લાંચ પ્રકરણમાં મહિલા પીએસઆઇ રિમાન્ડ પર

પોકસો કેસમાં 5000ની લાંચ પ્રકરણ: ઝડપાયેલો પોલીસકર્મી જેલ હવાલે: મહિલા પીએસઆઇના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર

- Advertisement -

જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વતી 5000ની લાંચ લેતા ઝડપાયેલા પોલીસકર્મીના રિમાન્ડ દરમ્યાન બુધવારે એસીબીની ટીમે મહિલા પીએસઆઇની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાતા અદાલતે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતાં દિવ્યરાજસિંહ ઝાલા નામના પોલીસ કર્મચારીને અંબર સિનેમા રોડ પરથી જામનગર એસીબી પી.આઇ. એ.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા શુક્રવારે રાત્રિના સમયે રૂા. 5000ની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડયો હતો. એસીબીની ટીમે મહિલા પોલીસ સ્ટેશનથી થોડે દૂર અંબર સિનેમા રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું. જ્યાં ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલા રૂા. 5000ની ચલણી નોટો સ્વીકારવા માટે આવતાં તેને રંગેહાથ પકડી પાડયો હતો. જેને એસીબીની ટીમે દિવ્યરાજસિંહને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને પૂછપરછ દરમ્યાન તેણે મહિલા પીએસઆઇ યુ.આર.ભટ્ટ વતી નાણાં સ્વિકાર્યા હોવાનું ખુલ્યું હતું. દરમ્યાન એસીબી પીઆઇ આર.આર.સોંલકી તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જામનગરના એક આસામીની સાળીને કોઇ શખ્સ ભગાડી ગયો હોય અને આ પોક્સો એકટ અંગેના કેસમાં આગળની કાર્યવાહી નહીં કરવાનાં સંદર્ભમાં તપાસનીસ અધિકારી દ્વારા પાંચ હજારની લાંચની માગણી સંદર્ભે ફરિયાદીએ ફરિયાદ કરી હતી અને એસીબીએ શુક્રવારે રાત્રિના છટકું ગોઠવી પીએસઆઇ વતી પાંચ હજારની લાંચ સ્વીકારતા દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા (ડ્રાઇવર)ને ઝડપી લઇ રિમાન્ડ મેળવ્યા હતાં. તે દરમ્યાન એસીબીની ટીમે આજે બપોરે મહિલા પીએસઆઇ યુ.આર.ભટ્ટની ધરપકડ કરી રિવોલ્વર કબ્જે કરી હતી અને આજે સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂકરવામાં આવ્યાં હતાં. અદાલતે મહિલા પીએસઆઇના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં. એસીબીની ટીમે આ પ્રકરણમાં અન્ય કોઇ સ્ટાફની સંડોવણી છે કે કેમ? તે અંગેની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular