Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતબે કાર વચ્ચેની રેસમાં એક કાર ઝુંપડામાં સુતેલા લોકો પર ફરી વળતા...

બે કાર વચ્ચેની રેસમાં એક કાર ઝુંપડામાં સુતેલા લોકો પર ફરી વળતા મહિલાનું મોત, 4 ગંભીર

- Advertisement -

અમદાવાદના શીવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક કાર ફૂટપાથ પર ઝુંપડામાં સુતેલા લોકો પર ફરી વળતા એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જે પૈકી ત્રણની હાલત ગંભીર છે. અકસ્માત સર્જીને કારચાલક સહીતના અન્ય લોકો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ અંગે જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાઠ પર ઝૂંપડામાં સુતેલા લોકો પર કાર ફરી વળી હતી જેમાં સંતુબેન નામની એક મહિલાને કારે કચડી મારતાં તેમનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો જેમાં બાબુભાઈ અને ત્રણ બાળકો ચેતન,સુરેખા,વિક્રમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કારચાલકે અકસ્માત સર્જ્યો ત્યારે બીજી એક કાર પણ ત્યાંથી પસાર થઇ રહી હતી. એવું જાણવા મળ્યું છે કે બંને કાર વચ્ચે રેસ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલસે ઘટના સ્થળે પહોચી કારચાલક સહીતનાઓની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular