Monday, December 23, 2024
Homeરાજ્યમીઠાપુર નજીક પૂરપાટ જતા ટ્રકની અડફેટે મહિલાના ઇજાગ્રસ્ત

મીઠાપુર નજીક પૂરપાટ જતા ટ્રકની અડફેટે મહિલાના ઇજાગ્રસ્ત

- Advertisement -

ઓખામંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા ઈન્દુમતીબેન નરેન્દ્રભાઈ સોમજીભાઈ પંચમતિયા નામના મહિલા સુરજકરાડી વિસ્તારની એક હોટલ પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક જઈ રહેલા જીજે-10-એક્સ-5341 નંબરના ટ્રકના ચાલકે ઈન્દુમતીબેનને અડફેટે લેતાં તેમને ફ્રેકચર સહિતની નાની મોટી ઇજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે કિશોરભાઈ સોમજીભાઈ પંચમતિયાની ફરિયાદ પરથી જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, આરોપી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular