Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર લોહાણા મહાજન સમાજના પ્રમુખની જમીન ઉપર મહિલાનો કબ્જો

જામનગર લોહાણા મહાજન સમાજના પ્રમુખની જમીન ઉપર મહિલાનો કબ્જો

કરોડોની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ જમાવી દેનાર મહિલા સામે ગુનો : પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ

- Advertisement -

જામનગર લોહાણા મહાજન સમાજના પ્રમુખની હાપા ગામે આવેલ કરોડોની કિંમતની જમીનમાં એક મહિલાએ ગેરકાયદેસર કબ્જો કરી લેવા અંગે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસ દ્વારા આ અંગે મહિલા સામે જમીનનો કબ્જો કરી લેવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સ્વસ્તિક સોસાયટી મોદી રેસીડેન્સીમાં પાંચમા માળે રહેતા અને જામનગર લોહાણા જ્ઞાતિના પ્રમુખ ભરતભાઈ કાનજીભાઈ મોદી નામના વેપારીની હાપા ગામમાં આવેલ સર્વે નંબર – 287 જેના જૂના સર્વે નંબર 126 તેમજ સર્વે નંબર 288 જેના જૂના સર્વે નંબર – 23 વાળી જમીન આવેલી છે. જે જમીનમાં હાપા ગામની વાડી વિસ્તારમાં રહેતી દેવીબેન જીવાભાઈ કોળી નામની મહિલાએ ગેરકાયદેસર પ્રવેશ કરી કબ્જો કરી લીધો છે. જે જમીન પચાવી પાડી મહિલા જમીન ખાલી કરતી ન હોવાથી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારા પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા દેવીબેન જીવાભાઈ કોળી વિરૂધ્ધ ફર નોંધાવી છે. હેકો ભાવેશભાઈ લાંબરી દ્વારા મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી મહિલાની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. તેમજ અન્ય કોઇની સંડોવણી ખુલ્લે તો તે દિશામાં પણ તપાસ હાથ ધરવાાં આવી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular