કાલાવડ તાલુકાના હરિપર ગામે ચેકડેમમાં પડી જતાં ડુબી જવાથી મહિલાનું મૃત્યુ નિપજયું છે. ફાયરવિભાગની ટૂકડીએ મહિલાનો મૃતદેહ બહાર કાઢયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલાવડ તાલુકાના હરિપર ગામે રહેતી જયશ્રીબેન ગઢીયા નામની મહિલા અકસ્માતે ગામના ચેકડેમમાં પડી ગઇ હતી. આ અંગે ફાયરવિભાગે જાણ કરવામાં આવતાં દોડી આવેલી ફાયરની ટુકડીઓ ડેમના પાણીમાંથી મહિલાનું મૃતદેહ બહાર કાઢયો હતો. મૃતક મહિલા માનસિક રીતે બિમાર હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથધરી છે.