જામનગર શહેરમાં રહેતાં મહિલાને બીમારી સબબ જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં ચંદ્રિકાબેન મનસુખભાઈ ચૌહાણ (ઉ.વ.32) નામની મહિલા બીમાર પડતા તેના પરિવારજનો મહિલાને સારવાર માટે અહીંની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મહિલાના પરિવારજનો મહિલાને એકલી મુકી ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ સારવાર લઇ રહેલા મહિલાનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ તબીબ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ ડી બી લાખણોત્રા તથા સ્ટાફ દ્વારા હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો અને પોલીસે મૃતક મહિલાના વારસદારોની શોધખોળ માટે તપાસ આરંભી હતી.