ખંભાળિયા તાલુકાના સુતારિયા ગામે રહેતી અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાની રહીશ મંજુબેન ઝીજીયાભાઈ વસુનીયા નામની મહિલાને આંચકીની બીમારી હોય, તેણી ગઈકાલે શુક્રવારે સુતરીયા ગામના સીમ વિસ્તારમાં કપડા ધોવા જતા આંચકી આવવાના કારણે પાણીની કુંડીમાં પડી જતા મૂર્છિત અવસ્થામાં તેણીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોઓએ તેણીને મૃત જાહેર કરી હતી. જે અંગેની જાણ મૃતકના પતિ ઝીજીયાભાઈ લસીયાભાઈ વસુનીયા (ઉ.વ. 30) એ અહીંની પોલીસને કરી છે.