Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારભાણવડ નજીક ટ્રેકટરમાંથી પટકાયેલા પર પરપ્રાંતિય મહિલાનું મૃત્યુ

ભાણવડ નજીક ટ્રેકટરમાંથી પટકાયેલા પર પરપ્રાંતિય મહિલાનું મૃત્યુ

ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર રાણપર ગામની ગોલાઈ પાસેથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 09 એ.ડી. 5718 નંબરના ટ્રેક્ટરના ચાલક રાજા ઉર્ફે રાજુ બાલાભાઈ કોડીયાતર (રહે. રાણપર) એ ગફલતભરી રીતે બ્રેક મારતા આ ટ્રેક્ટરમાં બેઠેલા સાગરબેન ગિરધારીભાઈ પારગી નામના આદિવાસી મહિલા ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ બનાવની જાણ મૃતકના પતિ ગિરધારીભાઈ કાલુભાઈ પારગી (ઉ.વ. 21, રહે, મૂળ મધ્યપ્રદેશ) એ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે પોલીસ ટ્રેક્ટરના ચાલક રાજા ઉર્ફે રાજુ કોડીયાતર સામે આઈ.પી.સી. કલમ 278, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular