Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક ટેન્કરે હડફેટે લેતા બાઈકસવાર મહિલાનું મોત

જામનગર નજીક ટેન્કરે હડફેટે લેતા બાઈકસવાર મહિલાનું મોત

- Advertisement -

જામનગર શહેર નજીક લાલપુર બાયપાસથી ખંભાળિયા તરફ જવાના માર્ગ પરથી પસાર થતા બાઈકને પૂરપાટ આવી રહેલા ટેન્કરે હડફેટે લેતા પાછળ બેસેલી મહિલાનું પતિની નજર સમક્ષ મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને નગરસીમ વિસ્તારમાં છેલ્લાં એક મહિનાથી અકસ્માતોની ઘટનાઓ દિવસને દિવસે વધી રહી છે. તેમજ શહેર અને બાયપાસ રોડ પર ફરી રહેલા માતેલ સાંઢ જેવા વાહનો બાઈકચાલકને ઠોકરે ચડાવતા આ અકસ્માતોમાં મોત નિપજવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જામનગર શહેર નજીક લાલપુર બાયપાસથી ખંભાળિયા તરફ જવાના માર્ગ પરથી બપોરના 12 વાગ્યાના અરસામાં કાંતિભાઈ ખીમજીભાઈ રાઠોડ નામના મજૂરી કામ કરતો યુવાન તેના પત્ની ચંપાબેન કાંતિભાઈ રાઠોડ (ઉ.વ.43) સાથે તેના જીજે-10-ડીએલ-3643 નંબરના બાઈક પર જતા હતાં તે દરમિયાન બાયપાસ રોડ પરથી પુરપાટ આવી રહેલા અજાણ્યા ટ્રક ટેન્કરે બાઈકને હડફેટે લેતા દંપતી બાઈક પરથી પટકાયા હતાં અને તે દરમિયાન મહિલાનું ટ્રકના ટાયર નીચે ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ પતિની નજર સમક્ષ પત્નીનું મોત નિપજ્યું હતું.

જ્યારે તેના પતિ કાંતિભાઇને શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી. બનાવની જાણ કરાતા 108 ની ટીમે સ્થળ પર પહોંચી જઇ મહિલાને તપાસીને મૃત જાહેર કર્યા હતાં. તેમજ પીઆઇ વી.જે. રાઠોડ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા ટ્રક ટેન્કર ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular