જામનગર શહેરના કાલાવડ નાકા બહારની મહારાજા સોસાયટીમાં રહેતી મહિલા તેણીના ઘરે ચા બનાવતા સમયે શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકાં બહાર આવેલી મહારાજા સોસાયટી શેરી.નં.4માં રહેતાં મલેકાબેન અસગરઅલી ચક્કા (ઉ.વ.45) નામના મહિલા ગત્ તા. 2 જાન્યુઆરીના રોજ સવારના સમયે તેણીના ઘરે ગેસ ઉપર ગેસ ઉપર ચા બનાવતા હતાં. તે દરમ્યાન ચણીયામાં ઝાળ લાગી જતાં શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું શનિવારે સાંજના સમયે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે ઓન અસગર ચક્કા દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી.કે.રાતિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
જામનગર શહેરમાં ચા બનાવતા દાઝી જવાથી મહિલાનું મોત
મહારાજા સોસાયટીમાં દોઢ માસ પૂર્વે બનાવ : ગેસની આગ કપડાંમાં લાગી જતાં દાઝી ગયાં: પોલીસ દ્વારા કાર્યવાહી