જામનગરના ગોકુલનગર રડારરોડ પર રહેતાં મહિલા તેણીના ઘરે તોરણની રેશમની દોરી જમીન પર મિણબતી પેટાવી ચોટાડતી હતી તે દરમ્યાન સળગતી મિણબતી કપડાંમાં અડી જતાં શરીરે ગંભીર રીતે દાઝી જવાથી મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર રડારરોડ પરના વિસ્તારમાં રહેતાં મનીષાબેન હિતેશ ડાભી(ઉ.વ.30)નામની મહિલા વહેલી સવારના સમયે તેણીના ઘરે તોરણ બનાવવા માટે રેશમની દોરી જમીન પર મિણબતી પેટાવી ચોટાડી માળા પોરવતા હતા ત્યારે પહેરેલા ગાઉનની કિનારી સળગતી મિણબતીને અડી જતાં આગ લાગતાં શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતાં ત્યારબાદ મહિલાને સારવાર માટે જામનગર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જયાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પતિ હિતેશ દ્વારા જાણ કરતાં પીએસઆઇ આર.ડી.ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.