જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામના સીમ વિસ્તારમાં ખેતી કામ કરતી મહિલાએ તેના ખેતરે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશના જાંબુઆના તળવી ફળિયાના વતની અને હાલ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતાં કરમબાઇ રપતસિંહ ડાવર (ઉ.વ.30) નામની મહિલા એ ગુરૂવારે વહેલીસવારના સમયે તેના ખેતરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું શુક્રવારે બપોરના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પતિ રપતસિંહ દ્વારા જાણ કરાતા હેકો સી.ટી.જાટીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.