આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં દિ.પ્લોટ 54 વિશ્રામવાડી પાછળ રહેતા કમલાબેન ગોપાલભાઈ ખાનીયા (ઉ.વ.51) નામના મહિલાએ શુક્રવારના બપોરના સમયે તેના ઘરે કોઈ ઝેરી દવા પી લેતા આત્મહત્યા નો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.
આ અંગે કિશોરભાઈ દ્વારા જાણ કરતાં હેકો.આર.ડી.ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.