જામનગર શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલાં ખાખીનગર વિસ્તારમાં રહેતી યુવતીને તેણીના પતિએ સાથે બહાર ફરવા જવા માટે બે-ત્રણ દિવસ પછી જવાનું કહેતાં મનમાં લાગી આવતાં પત્નીએ ઝેરી ટીકડા ખાઇ આપઘાત કર્યો હતો.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં હરિયાકોલેજ રોડ પર આવેલાં ખાખીનગર વિસ્તારમાં રહેતી કાયનાઝબેન સફિયા(ઉ.વ.25) નામની સંધી યુવતીને તેણીના પતિ રિયાઝ સાથે બહાર ફરવા જવું હતું પરંતુ પતિ પાસે સમય ન હોવાથી તેણે પત્નિને બે-ત્રણ દિવસ પછી ફરવા જવાનું કહ્યું હતું આ બાબતનો મનમાં લાગી આવતાં પત્ની કાયનાઝે બુધવારે બપોરના સમયે તેણીના ઘરે ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું સારવાર દરમ્યાન બુધવારે મધ્યરાત્રીના મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ બનાવમાં મૃતકના પતિ રિયાઝભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એચ.જે.પરિયાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથધરી હતી.