Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોટી બાણુગારમાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત

મોટી બાણુગારમાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત

સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મૃત્યુ : જામનગરમાં બીમારી સબબ વૃધ્ધનું મોત : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર જિલ્લાના મોટી બાણુગાર ગામમાં રહેતી મહિલાએ તેણીના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગરમાં ધનબાઇના ડેલા પાસે રહેતાં વૃદ્ધની બીમારી સબબ તબિયત લથડતા સારવાર દરમિયાન અહીંની સરકારી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી બાણુગાર ગામમાં રહેતા લતાબેન શૈલેષ ભેંસદડિયા (ઉ.વ.45) નામની મહિલાએ ગત તા.21 ના રોજ તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે અહીંની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પતિએ કરેલી જાણ કરતા સુરતના મહુવા ગામમાં રહેતા અને ખેતી કરતા મૃતકના પિતા ગણપતભાઈ પટેલ દ્વારા જાણ કરાતા હેકો ડી.એલ.કંચવા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં ધનબાઇના ડેલા ચારણ ફળી વિસ્તારમાં રહેતા કિરીટભાઈ દેશળભાઈ ચૌહાણ (ઉ.વ.64)નામના વૃદ્ધને ઘણાં વર્ષોથી ડાયાબિટીસની બીમારી હતી અને એક માસ પૂર્વે સુગર લો થઈ જતાં પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. જેથી સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ તબિયતમાં સુધારો થવાથી રજા આપવામાં આવી હતી. દરમિયાન રવિવારે સાંજના સમયે તેના ઘરે તબિયત લથડતા અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ધર્મેન્દ્ર દ્વારા જાણ કરાતા પીએસઆઇ કે.આર. સિસોદીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular