જામનગર શહેર નજીક ખોડિયાર કોલોની વિસ્તારમાં પસાર થતા રેલવે ટ્રેક પર અજાણી મહિલાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રેલવે ફાટક નંબર એલસી 198 નજીક રેલવે ટે્રક પરથી પસાર થતી ટ્રેન હેઠળ અજાણી મહિલાએ ઝંપલાવી આપઘાત કરતા તેણીનું ઘટનાસ્થળે જ કપાઈ જતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા રેલવે કર્મચારીએ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને કિશોરસિંહ જાડેજા દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઈ એફ જી દલ તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવવા આજુબાજુના વિસ્તારોમાં તથા જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં ગુમનોંધ અને તપાસ હાથ ધરી હતી.