લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતી મહિલાએ તેણીના ઘરે કોઇ કારણસર રસ્સી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતાં પાયલબેન રાજુભાઈ ધોરિયા નામના મહિલાએ શુક્રવારે બપોરના સમયે તેના ઘરે અગમ્યકારણોસર પીઢિયામાં રસ્સી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું આ અંગેની મૃતકના પતિ રાજુભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.