ભાણવડ તાલુકાના જંબુસર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જાબર તાલુકાના વતની પ્રભુભાઈ નાનસિંગભાઈ ચૌહાણ નામના 31 વર્ષના શ્રમિક યુવાને હોળીના તહેવારમાં દારૂ પીવા માટે રાખેલા 500 રૂપિયા ખોવાઈ જવા બાબતે તેના પત્ની શીલાબેન ઉર્ફે ભુરીબેન પ્રભુભાઈ ચૌહાણ (ઉ.વ.30) સાથે બોલાચાલી થઈ હતી.
આ બનાવ બાદ ગત તા.24 માર્ચના રોજ શીલાબેન ઉર્ફે પુરીબેન ચૌહાણએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતક મહિલાના પતિ પ્રભુભાઈ ચૌહાણએ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે ભાણવડ પોલીસે જરૂરી નોંધ કરી છે.