Friday, January 10, 2025
Homeરાજ્યહાલારભાણવડના વેરાડના પ્રૌઢાનો ઝેરી દવા પી આપઘાત

ભાણવડના વેરાડના પ્રૌઢાનો ઝેરી દવા પી આપઘાત

જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ : રોજીવાડામાં દવાના છંટકાવ સમયે પ્રૌઢાને ઝેરી અસર : સારવાર દરમિયાન મોત

- Advertisement -

ભાણવડ તાલુકાના વેરાડ ગામમાં રહેતા પ્રૌઢાએ તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રોજીવાડા ગામમાં રહેતા પ્રૌઢાને ખેતરમાં દવાના છંટકાવ સમયે ઝેરી અસર થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા ઉર્મિલાબેન વલ્લભભાઈ રવજીભાઈ સોનગરા નામના 55 વર્ષના મહિલાએ થોડા દિવસ પૂર્વે ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ કરાતા પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામે રહેતા હીરીબેન સીદાભાઈ ગોરફાડ નામના 55 વર્ષના સગર મહિલા થોડા દિવસ પૂર્વે પોતાના ખેતરમાં ખડ ઉપાડી રહ્યા હતા અને તેમનો પુત્ર નજીકમાં દવાનો છંટકાવ કરી રહ્યો હતો તે દરમિયાન હીરીબેનને ઝેરી દવાની અસર થતા તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની નોંધ ભાણવડ પોલીસમાં કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular