ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામની સીમ વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને તેણીના પતિએ બાળકોને સ્કૂલ મૂકવા જવાની બાબતે આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ધ્રોલની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતી પૂનમબેન સાડમિયા (ઉ.વ.32) નામની મહિલાને તેણીના પતિ સોમાભાઈએ બાળકોને સ્કૂલે મુકવા બાબતે ઠપકો આપ્યો હતો. પતિના ઠપકાનું મનમાં લાગી આવતા સોમવારે સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા મહિલાને સારવર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડ તે પહેલાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું આ અંગે મૃતકના પતિ સોમાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.