કલ્યાણપુર તાલુકાના ધતૂરીયા ગામે રહેતા હીરીબેન નાથાભાઈ પાલાભાઈ ડુવા નામના 50 વર્ષના મહિલાએ રવિવાર તારીખ 7મી ના રોજ પોતાના ઘરે પોતાના રૂમમાં સીલીંગ ફેનમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.
હીરીબેનને બરડા ડુંગરમાં આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હોય, જેથી તેણીના પતિએ ત્યાં જવાની ના કહેતા આ બાબતે દંપતી વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. જે બાબત તેણીને મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હોવાની જાણ અરવિંદભાઈ નાથાભાઈ ડુવાએ કલ્યાણપુર પોલીસને કરી છે. આ પ્રકરણની આગળની તપાસ પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા ચલાવી રહ્યા છે.