જામનગર તાલુકાના સાપર ગામમાં રહેતા મહિલા તેણીના ઘરે ચૂલા ઉપર ગરમ પાણી પડતા સમયે શરીરે દાઝી જતા સારવાર દરમિયાન ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સાપર ગામમાં રહેતા રીનાબા વિક્રમસિંહ ચુડાસમા (ઉ.વ.28) નામના મહિલા ગત તા.18 ના બપોરના સમયે તેના ઘરે ગેસના ચુલા ઉપર પાણી ગરમ કરતા હતાં ત્યારે ચુલાની ઝાળીમાં અડી જતા પાછળ ફરતા દરવાજા પાસે રહેલો કેરોસીનનું ડબલુ ઢોળાઈ જતા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી મહિલાને સારવાર માટે જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.