Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસામાન લેવા ગયેલી મહિલાને પતિ સહિતના સાસરિયાઓએ માર માર્યો

સામાન લેવા ગયેલી મહિલાને પતિ સહિતના સાસરિયાઓએ માર માર્યો

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સામાન લેવા ગયેલા મહિલાને તેણીના પતિ સહિતના પરિવારના ચાર શખ્સોએ માર મારી પછાડી દઇ વાળ પકડીને ઢસડી અવાર નવાર શારીરીક માનસીક ત્રાસ આપ્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પ્રજાપતિની વાડી પાસે રહેતા દક્ષાબેન અજય વરદોડીયા (ઉ.વ.32) નામના મહિલા બુધવારે સવારના સમયે તેના ઘરે તેનો સામાન લેવા ગયા હતાં ત્યારે તેણીના પતિ અજય હરેશ વરદોડીયા, સસરા હરેશ લખુ વરદોડીયા, સાસુ વિજયાબેન હરેશ વરદોડીયા, રીનાબેન વીરમ રાઠોડ નામના ચાર શખ્સોએ દક્ષાબેનને પાટુ અને ધકકો મારી પછાડી દીધા હતાં ત્યારબાદ વાળ પકડીને ઢસડી ઢીકાપાટુનો માર મારી ગાળાગાળી કરી હતી. તેમજ દક્ષાબેનના લગ્નજીવન દરમિયાન સાસરીયાઓ દ્વારા શારીરીક માનસીક ત્રાસ આપતા હતાં. આ અંગેની દક્ષાબેન દ્વારા જાણ કરતા એએસઆઇ એચ.કે. મકવાણા તથા સ્ટાફે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular