Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાત31 મી સુધીમાં પાટીદારો વિરૂધ્ધના કેસો પાછાં ખેંચો : ગાંધીનગરમાં ‘પાસ’ની બેઠક

31 મી સુધીમાં પાટીદારો વિરૂધ્ધના કેસો પાછાં ખેંચો : ગાંધીનગરમાં ‘પાસ’ની બેઠક

- Advertisement -

- Advertisement -

વર્ષ 2015માં ગુજરાતના રાજકારણમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થતા બહુ મોટો ફેરફાર આવ્યો હતો. જેમાં એસપીજી (સરદાર પટેલ ગુ્રપ) અને પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) દ્વારા આંદોલન શરૂ થયું હતું.

જો કે વર્ષ 2015 હજુ પાટીદારોની માંગણી પૂર્ણ નથી થઇ અને આંદોલન સમયે દાખલ થયેલા 200થી વધુ કેસ પરત નથી ખેંચાયા. જેને લઇને પાસ ફરીથી સક્રિય થયું છે. સોમવારે ગાંધીનગર ખાતે અલ્પેશ કથિરીયાની આગેવાનીમાં મોટા પ્રમાણમાં કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં જુની માંગણીઓ પુરી થાય તે માટે ફરીથી આંદોલન કરવા સુધીની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

પાસ ક્ધવીનર અલ્પેશ કથિરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હજુ 200થી વઘારે કેસ પરત ખેંચાયા નથી. જેમાં રાષ્ટ્રદ્રોહના કેસ મુખ્ય છે. તો અનામ ત આંદોલન સમયે જીવ ગુમાવનાર પાટીદાર યુવાનોના પરિવારજનોને નોકરી પણ આપવામાં નથી આવી. જ્યારે અનામતની માંગણી હજુ પણ અટકેલી છે. જે અંગે આજે મળેલી મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

હાલ ભાજપ સરકારની નવી ટીમમાં પાટીદાર મુખ્યમંત્રી છે અને હવે પાસ સરકારની નવી ટીમને ફરીથી તમામ માંગણીઓ પૂર્ણ કરવા માટે રજૂઆત કરશે. જેમાં 31મી ઓક્ટોબર સુધી સરકાર સાથે વાતચીત કરવા માટેના તમામ રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને અમને આશા છે કે પાટીદાર મુખ્યમંત્રી સમાજની લાગણીને સમજી શકશે.

- Advertisement -

જો 31મી ઓક્ટોબર સુધી કોઇ નિવેડો નહી આવે પાસ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવશે. આ વખતે પાસની ટીમના તમામ જુના સાથીદારો સાથે છે. ભલે તેઓ અન્ય રાજકીય પક્ષમાં હોય કે સત્તાધારી પક્ષમાં ગયા હોય પણ સમાજના મામલે હવે તેઓ પણ કોઇ બાંધછોડ કરવા માંગતા નથી. આમ, પાસની નવી રણનીતિને લઇને આગામી સમયમાં અનેક મોટી રાજકીય ઉથલપાથલ થઇ શકે તેમ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular