જામનગર સહિત રાજ્યભરમાં શિયાળાનો માહોલ જામતો જઇ રહ્યો છે. ઠંડીની સિઝન સ્વાસ્થ્ય સિઝન તરીકે પણ ઓળખાય છે. શિયાળા દરમિયાન શહેરીજનો યોગ, કસરતની સાથે સાથે સ્વાસ્થ્ય વર્ધક ચીજવસ્તુઓનું પણ સેવન કરતા હોય છે. ચીકી, અડદીયા, ખજુરપાક સહિતની વાનગીઓ લોકો આરોગતા હોય છે. જામનગરમાં આવી શિયાળુ વાનગીઓનું વેચાણ થઇ રહ્યું છે.
જામનગરમાં ઠંડીનો મુકામ થઇ ચુકયો છે. શિયાળાના આગમન સાથે શહેરીજનો વહેલી સવારે યોગ, કસરત, રનીંગ કરતા જોવા મળી રહ્યા છે. શિયાળાની ઋુતુને સ્વાસ્થ્ય સિઝન તરીકે ઓળખવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં શહેરીજનો સ્વાસ્થ્ય માટે વિશેષ ઘ્યાન આપતા હોય છે. શિયાળા દરમિયાન યોગ, કસરતની સાથે સાથે શહેરીજનો શિયાળુ વાનગીઓનો આનંદ પણ ઉઠાવતા હોય છે. શિયાળા દરમિયાન વિવિધ પ્રકારની ચિકીઓ, અડદીયા, ખજુરપાક સહિતની વાનગીઓની સિઝન હોય છે. શિયાળાની ઠંડીમાં આવી ચીજ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહે છે.
View this post on Instagram
જામનગરમાં હાલમાં શિયાળાના આગમન સાથે વિવિધ પ્રકારની ચિકીનું વેંચાણ શરૂ થઇ ગયું છે. લોકો ઘરે પણ આવી વાનગીઓ બનાવતા હોય છે. ચિકીમાં અનેક પ્રકારની વેરાઇટીઓ ઉપલબ્ધ હોય છે તલની ચિકી, બીની ચીકી, ટોપરાની ચીકી, તલના લાડુ, મમરાના લાડુ, કાળા તલની ચીકી, માવા ચીકી, ડ્રાયફુટ ચીકી, સહિતની વેરાઇટીઓ આવે છે. ઉપરાંત ખજુરની માંગ પણ વધતી હોય છે. શિયાળાની સિઝનામાં આવી ચીકીઓની માંગ વધી જતી હોય છે. ગોળની અને ખાંડની બન્ને પ્રકારની ચીકીઓ બનતી હોય છે. ખાસ કરીને ચીકીની વાત આવે ત્યારે ગોળ અને સીંગદાણાની ચીકીનો સ્વાદ સૌની જીભ ઉપર આવી જતો હોય છે.


