Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતPM મોદીના આગમનને લઇ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો 5 દિવસ...

PM મોદીના આગમનને લઇ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો 5 દિવસ બંધ રહેશે

- Advertisement -

31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં હાજર રહેવાના હોય 5 દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. દર વર્ષની જેમ પ્રોટોકોલ મુજબ ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે.

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થનાર છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કેવડિયા ખાતે થનાર આ ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.

દર વર્ષે પીએમ મોદીના કેવડિયામાં આગમન સમયે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો પ્રોટોકોલ પ્રમાણે બંધ કરી દેવામાં આવે છે. વડાપ્રધાન મોદીની આ વખતની મુલાકાત સમયે પણ કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રહેશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી 5 દિવસ દરમિયાન કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular