Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વેપારી સાથે રૂા. 27 લાખની છેતરપિંડી આચરાઇ

જામનગરના વેપારી સાથે રૂા. 27 લાખની છેતરપિંડી આચરાઇ

વેપારી પાસેથી ખોટી વેબસાઇટ અને ઈમેઈલ આઈડી બનાવી માલ મંગાવી છેતરપિંડી : પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ

- Advertisement -

જામનગરના દરેડ જીઆઈડીસીના કારખાનેદાર સાથે પીઓ ઓર્ડર આપી હિતાચી કંપનીના પરચેસ મેનેજર તરીકે ખોટી ઓળખ ઉભી કરી રૂા.27 લાખની કિંમતનો માલ લઈ ઓનલાઈન છેતરપિંડી કર્યાની એક શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ,મુળ રાજસ્થાનના કુળીવાલા બેરામણાઈ ગામના અને હાલમાં જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં પ્લોટ નંબર 32/40 એ માં રહેતાં અને વેપારી કામ કરતાં રાવનીવાસ પુખરાજ દેઓરા દ્વારા પંચ બી ડીવીઝનમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, એક શખ્સે પૂર્વ આયોજીત કાવતરુ રચી ખોટા દસ્તાવેજો બનાવી [email protected] ના નામથી મેલ આઈડી બનાવી તેના મારફતે ફરિયાદીને પીઓ ઓર્ડર આપી ફરિયાદી સાથે ઠગાઈ કરી મોબાઇલ નંબર 99198 66295ના ઉપયોગ કરતાં વ્યક હિતાચી કંપનીના પર્ચેસ મેનેજર કલ્પેશ જોશી તરીકેની ઓળખ ઉભી કરી [email protected] ખોટી વેબસાઈટ તથા ખોટા પીઓ લેટર બનાવી ફરિયાદી પાસેથી કુલ રૂા. 27,72,057 ની કિંમતના 833.050 કિલો ગ્રામના ટીનઈન્ગોટ નામની પ્રોડકટનો માલ લઇ જઇ ફરિયાદી સાથે ઓનલાઈન છેતરપિંડી કરી હતી.

આમ જામનગરના પંચ બી ડીવીઝનમાં મોબાઇલ નંબર 99198 66295 તથા [email protected] ના ઉપયોગકર્તા સામે ફેક વેબસાઈટ, ફેક ઈમેઈલ આઈડી અને વિવિધ મોબાઇલ નંબરનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવતા પીઆઇ વી.જે. રાઠોડ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular