સુરત ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાયેલ સિનિયર સીટીઝન માટે રસા ખેંચની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ જામનગર અને ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગરનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર સીટીઝન હસમુખભાઈ કુંભરાણા, કિશોરભાઈ જેઠવા, ભરતભાઈ જેઠવા, જ્યેન્દ્રભાઈ દાઉદિયા, મોહનભાઇ રાઠોડ, હરીશભાઈ જેઠવા, અશોકભાઈ વારા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જામનગર શહેર અને ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગરનું ગૌરવ વધાર્યુ છે. તેમની આ સિધ્ધી બદલ ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર, પ્રગતિશીલ યુવક મંડળ પૂર્વ મેયર અને પ્રદેશ કારોબારી સભ્ય હસમુખભાઈ જેઠવા તથા વોર્ડ નં.10 કોર્પોરેટર પાર્થ જેઠવા એ અભિનંદન પાઠવ્યા હતાં.