જામનગર મહાનગર પાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ ઉજવણીના કાર્યક્રમોમાં ઓપન જામનગર ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
સ્પર્ધા આજરોજ જેએમસી સ્પોર્ટસ સંકુલ ખાતે યોજાઈ હતી.
જેમાં અંદાજે 75 જેટલા ખેલાડીઓ એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અન્ડર- 15 ગર્લ્સમાં દિયા નીલેશભાઈ ઉદાણી ચેમ્પિયન તથા કિયા મહેતા રનરઅપ રહ્યા હતા. આ ઉપરાંત વુમન્સ ઓપન માં સંગીતા જેઠવા ચેમ્પિયન તથા દિયા નીલેશભાઈ ઉદાણી રનરઅપ, અન્ડર- 13 બોયઝમાં હર્ષ પનારા ચેમ્પિયન તથા રુદ્રા ઉપાધ્યાય રનરઅપ, અન્ડર – 15 બોયઝમાં હર્ષ પનારા ચેમ્પિયન તથા ભવ્યરાજસિંહ ઝાલા રનરઅપ, અન્ડર- 17 બોયઝમાં તીર્થ માંડલિયા ચેમ્પિયન તથા વેદાંત ચોટાઈ રનરઅપ, અન્ડર – 19 જુનીયર બોયઝમાં આર્યન ગજ્જર ચેમ્પિયન તથા તીર્થ માંડલિયા રનરઅપ, મેન્સ ઓપનમાં નીલેશભાઈ વિથલાણી ચેમ્પિયન તથા ડૉ. વિરલ મેહતા રનરઅપ રહ્યા હતા.
વિજેતાઓ ને જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર વિજય ખરાડીના હસ્તે ટ્રોફી અપાઈ હતી.